જાણો અંબાજી મંદિર નું મહત્વ : કેમ ભરાય છે ભાદરવી પૂનમ નો મેળો ? શું છે તેના પાછળ નો ઇતિહાસ ?
આમ તો આપણા દેશમાં ઘણા મંદિરો છે, પરંતુ કેટલાક મંદિરો એવા છે જે તેમની વિશેષ બાબતો માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આજે અમે આવા જ એક મંદિર વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જે 358 સોનાના કળશને કારણે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ મંદિર ગુજરાતનું અંબાજી શક્તિપીઠ છે. અંબાજી માતા મંદિર એ ભારતના માં અંબેના શક્તિપીઠમાં એક મુખ્ય શક્તિપીઠ છે, જે અમદાવાદથી 200 કિમી અને પાલનપુરથી 20 કિમી દૂર છે. આરસના પથ્થરોથી બનેલું આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ચોથી સદીમાં રાજા અરુણસેન દ્વારા બનાવવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના નવીનીકરણની કામગીરી વર્ષ 1975 થી ચાલી રહી છે. આ મંદિરમાં માતાના શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે. કોઈ પણ આ યંત્રને સીધી આંખે જોઈ શકતું નથી , પૂજારી પણ આ યંત્રની આંખે બાંધીને પૂજા કરે છે. આ મંદિર જેટલું રસપ્રદ છે, તેનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય . માતાના 51 શક્તિપીઠોની દંતકથા અનુસાર, માતા દુર્ગાનો જન્મ એક પુત્રી...